SHREE VIDHI VIDHAN — શ્રી અમૃત પંડ્યા શાસ્ત્રીજીના માર્ગદર્શનમાં સનાતન ધાર્મિક વિધિઓ, પૂજા, સંસ્કારો, સત્યનારાયણ કથા, જન્માક્ષર અને વૈદિક માર્ગદર્શન — શાસ્ત્રોક્ત પદ્ધતિ અને વ્યક્તિગત સમજણ સાથે.
શ્રી અમૃત પંડ્યા શાસ્ત્રીજી — નિવૃત્ત આચાર્ય, છેલ્લા 34થી વધુ વર્ષથી સંસ્કૃત, વૈદિક જ્ઞાન અને સનાતન ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે.
ધર્મ અને સનાતન સંસ્કૃતિનું જતન થાય અને આવનારી પેઢી પોતાની પરંપરા સાથે જોડાય તે ભાવનાથી, માતા-પિતાની આજ્ઞા અને પ્રેરણાથી તેમણે આ ક્ષેત્રમાં પોતાની યાત્રા શરૂ કરી હતી.
“શાસ્ત્ર અનુસાર વિધિ કરવી અને તે વિધિનું જ્ઞાન યજમાનને આપવું — બંને જરૂરી છે.”
શાસ્ત્રીજીની દૃષ્ટિએ પૂજા કે ધાર્મિક વિધિ માત્ર રંગોળી કે સંગીત કે આધુનિક ગીતોના ઢાળમાં ગવાતી પૂજા પદ્ધતિ નથી. યજમાન જે ધાર્મિક કર્મ કરાવે છે, તેનો અર્થ, મહત્વ અને શાસ્ત્રોક્ત શુદ્ધિ સમજવી પણ એટલી જ જરૂરી છે — શુદ્ધ વૈદિક મંત્રોચ્ચાર અને ભાવ સાથે.
📞 શાસ્ત્રીજી સાથે વાત કરો (98790 51921) →વિશ્વાસ, શુદ્ધતા અને શાસ્ત્રોક્ત જ્ઞાન સાથે જોડાયેલ 6 મુખ્ય આધારસ્તંભો.
શ્રી સત્યનારાયણ ભગવાનની કથા — સનાતન પરિવારના જીવનનો એક અત્યંત મંગલમય અને કલ્યાણકારી સંકલ્પ છે.
શાસ્ત્રીજીને 3,500થી વધુ સત્યનારાયણ કથાઓ કરાવવાનો વિશાળ અનુભવ રહ્યો છે. દરેક કથામાં યજમાન પરિવારની ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ ભાવ સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સંપન્ન કરવામાં આવે છે.
જીવનના વિવિધ શુભ પ્રસંગો અને ધાર્મિક અવસરો માટે — પરંપરાગત સનાતન વિધિઓ અને સંસ્કારો — શાસ્ત્રોક્ત પદ્ધતિ અને સમજણ સાથે.
ભારતની બહાર રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે — Online ધાર્મિક વિધિઓ, સત્યનારાયણ કથા અને રુદ્રાભિષેક — લાઈવ વિડીયો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ સાથે.
જન્મતારીખ, જન્મસમય અને જન્મસ્થળના આધારે જન્માક્ષર સંબંધિત વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માટે શાસ્ત્રીજીનો સંપર્ક કરો.
📌 અહીં કોઈ automated અથવા instant online prediction આપવામાં આવતું નથી.
દરેક વિનંતી વ્યક્તિગત માર્ગદર્શન માટે શાસ્ત્રીજી સુધી પહોંચાડવામાં આવે છે.
"ધર્મ જીવનમાં ન્યાય અને નીતિનો માર્ગ બતાવે, પરિવારને એક રાખે, વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા આપે, માતા-પિતા અને ઈશ્વર પ્રત્યે આદર જગાવે અને સમાજ તથા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાની ભાવના વિકસાવે — એ મારા માટે ધર્મની સાચી ભાવના છે."
દ્રિક સિદ્ધાંત આધારિત શુદ્ધ પંચાંગ — તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, અભિજિત મુહૂર્ત અને રાહુ કાળ.
શાસ્ત્રીજી દ્વારા સંપન્ન થયેલ વિવિધ સનાતન વિધિઓ અને મંગલ પ્રસંગોની તસવીરો.
ધાર્મિક વિધિઓ, મુહૂર્ત અને પૂજનના સાચા રહસ્યો અંગે શાસ્ત્રીજીના વિચારપૂર્ણ લેખો.
શાસ્ત્રીજી દ્વારા સંપન્ન થયેલી પૂજાઓ, સત્યનારાયણ કથા અને સંસ્કાર વિધિઓ અંગે યજમાન પરિવારોના સાચા પ્રતિભાવો.
SHREE VIDHI VIDHAN દ્વારા શ્રી અમૃત પંડ્યા શાસ્ત્રીજી સાથે સીધો સંપર્ક કરો — પૂજા બુકિંગ, જન્માક્ષર માર્ગદર્શન અથવા Online Puja માટે.